
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૮.૨૦૨૩
હાલોલ તાલુકાના સોનાવીટી ગામના ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હાલોલ ગ્રામ્ય પોલીસનાં પીઆઈ આર.એ.જાડેજા નાઓને મળતા પીઆઈ આર.એ.જાડેજા અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારીને ગંજીપાના ઉપર પૈસાની લેવડદેવડનો જુગાર રમતા આઠ ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસ રેડ દરમ્યાન પત્તા પાનાંનો જુગાર રમતા ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે આઠ ઈસમો સાથે ૧૭,૫૦૦/- અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.હાલોલ તાલુકાના સોનાવીટી ગામે ખુલ્લા ખેતરમાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ હાલોલ રૂરલ પોલિસનાં પીઆઈ ને થતા પોલીસે સ્ટાફ સાથે છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા આઠ ઈસમોમાંરમેશભાઈ ખુમાનસિંહ પરમાર,સુનિલભાઈ કાંતિભાઈ સોલંકી, બાદલભાઈ કનકસિંહ પરમાર,નિકુંજ મૂકદરાવ ગાયકવાડ, શેલેશકુમાર જયંતીલાલ ચૌહાણ, સતીષ ઉર્ફે સ્ત્યો અભેસિંહ પરમાર, પ્રેમાનંદ કાંતિભાઈ સોલંકી,ઉપેન્દ્રભાઈ રયજીભાઈ પરમાર નાઓ પોલીસના હાથે ઝડપાઇ જતા તમામ ને હાલોલ રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.જ્યારે અન્ય પાંચ ઇસમો સ્થળ પર થી ભાગી છુટ્યા હતા.પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવમાં આવેલી રકમ ૧૭,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










