Rajkot:“કલ કે કલાકાર” શાસ્ત્રીય નૃત્ય મહોત્સવની પૂર્વ કસોટીમાં સામેલ થવા કલારસિકોને આમંત્રણ
Rajkot:“કલ કે કલાકાર” શાસ્ત્રીય નૃત્ય મહોત્સવની પૂર્વ કસોટીમાં સામેલ થવા કલારસિકોને આમંત્રણ
રાજકોટ તા. ૨૦ ઓક્ટોબર – ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ દ્વારા સંચાલિત “કલ કે કલાકાર” શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ૨૦૨૩-૨૪ રાજકોટ ખાતે યોજાનાર છે. અગાઉથી અરજી કરેલ કલાકારોને આ મહોત્સવમાં ભાગ લેવા શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ, કથ્થક તેમજ ઓડીસી માટેની પૂર્વ કસોટી તા.૨૬-૨૭ ઓકટોબર ૨૦૨૩નાં રોજ શ્રી હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકથી લેવાશે, જેમાં ગુજરાત રાજયના વિવિધ જિલ્લામાંથી આવેલા કુલ ૩૭ કલાકારો પોતાની નૃત્ય કલા રજુ કરશે. પૂર્વ કસોટીમાં પસંદગી પામેલ કલાકારોને “કલ કે કલાકાર” શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ૨૦૨૩-૨૪માં તેમની કલા રજુ કરવાની તક મળશે. પૂર્વ કસોટી માટે આવનાર કલાકારોની કલાને માણવા માટે રાજકોટ જિલ્લાની શાસ્ત્રીય નૃત્ય કલાપ્રેમી લોકોને રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.વી.દિહોરાની યાદીમાં આમંત્રિત કરાયા છે.