MORBI:મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિરમાં વિધર્મી શખ્સ દ્વારા પથ્થર મારો કર્યો

મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિરમાં વિધર્મી શખ્સ દ્વારા પથ્થર મારો કર્યો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે રાબેતા મુજબ મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ અગ્રાવત અને તેના પત્ની બીનાબેન અગ્રાવત પૂજા પાઠ કરવા માટે થઈને મંદિરે પહોંચ્યા હતા અને મંદિરમાં વહેલી સવારે માં આરતી ચાલુ હતી દરમિયાન મંદિરની બહારના ભાગમાં વાઘપરાની બાજુમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતો વિઘૅમી શખ્સ આવ્યો હતો અને ત્યાં બેફામ વાણી વિલાસ કરતો હતો જેથી કરીને મંદિરના પૂજારીએ રાધાકૃષ્ણ મંદિરનો દરવાજો બંધ કરી દેતા બહારના ભાગે ઊભેલો વિઘૅમી શખ્સ મંદિરના દરવાજા ઉપર ઈંટ પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને બેફામ ગાળો બોલીને મંદિરે આવનારા તથા મંદિરને સળગાવી નાખવાની ધમકી આપી હતી..

દરમિયાન ત્યાં દર્શન કરવા માટે થઈને આવેલા એક વૃદ્ધને પણ પથ્થરના છૂટા ઘા મારીને હાથ અને કમરના ભાગે ઇજા કરી હતી અને આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતા વાઘપરા વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો સહિતના લોકો રાધાકૃષ્ણ મંદિર ખાતે એકત્રિત થયા હતા અને મંદિર તથા મંદિરની આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે

જેમાં પણ આ વિઘૅમી શખ્સ મંદિર સુધી આવતો હોય અને પત્થરના ઘા કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે જોકે, આ મુસ્લિમ શખ્સ શા માટે થઈને મંદિરના પૂજારીને ગાળો આપી મંદિર ઉપર પથ્થરમારો કર્યોઅને મંદિર સળગાવી નાખવાની ધમકી આપી તે તપાસનો વિષય છે અને સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસે મંદિર ઉપર પથ્થરમારો કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો અને ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે









