JETPURRAJKOT

જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામમાં બે શ્રમિકોના મોત એક ઇજાગ્રસ્ત

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગામ નજીક બનાવવામાં આવી રહેલ યાત્રાળુના ઉતારાનાં બાંધકામ માટે આવેલ મરબ ઉતરતા સમયની ઘટના

 

જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામ નજીક બનાવવામાં આવી રહેલ યાત્રાળુના ઉતારાના બાંધકામ માટે આવેલ મારબલ પથ્થર ટ્રકમાંથી ઉતરતા સમયે ક્રેન મારફતે નીચે ઉતરતા સમયે મારબલ નીચે પટકાતા ત્રણ શ્રમિકો નીચે દબાવતા બે શ્રમિક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એક શ્રમિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનવાની વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામ નજીક બનાવામાં આવી રહેલ યાત્રાળુઓ ના ઉતારાના બાંધકામ માટે મગાવવામાં આવેલ મારબલ પથ્થર ત્રણ શ્રમિકો ક્રેન વડે ટ્રકમાંથી ઉતરતા સમયે અકસ્માતમાં ક્રેનનો પટો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ,બરેલી,યુપીના આદિલ બકીલભાઈ બંજારા ઉ.વ.20 તેમજ એમ.ડી નઈમ ઉ.વ.25 રહે,કટીહાર બિહાર અને અન્ય એક શ્રમિક મારબલ નીચે દબાતા એક શ્રમિક ઘાયલ થયો હતો જ્યારે આદિલ અને એમ.ડી.નઈમ નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું આ બનાવનાને લઈને આ બાંધકામમાં કામ કરી રહેલ શ્રમિકોમાં રોષની લાગણી ફેલાઈ જતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો અને શ્રમિકો બન્નેની લાશને સ્વીકારવામાં અસ્વીકાર કરી રહ્યા હતા અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બન્ને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમગ્ર અકસ્માત મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે

 

 

[wptube id="1252022"]
Back to top button