MORBI:મોરબી શહેરમાં નાની કેનાલની બન્ને બાજુનું રોડ બનાવવા સ્થાનિક લોકોની રજૂઆત

મોરબી શહેરમાં નાની કેનાલની બન્ને બાજુનું રોડ બનાવવા સ્થાનિક લોકોની રજૂઆત

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરમાં નાની કેનાલની સંપાદિત થયેલી જમીનમાં બંને બાજુ રોડ આવેલ છે. જેમાં એક બાજુ સિમેન્ટ રોડ ૧૦-૧૨ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે જેમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જ્યારે એક બાજુનો રોડનો તો કોઈ વિકાસ થયો જ નથી. આ રોડ બનાવવા ટેન્ડર આપવામાં આવ્યા હતા અને કપચી નાખીને એજન્સી ગઈ તે ગઈ હજુ પરત આવી નથી. અને રોડ ભંગાર હાલતમાં પડ્યા છે. આવા ભંગાર રોડની થી કંટાળેલા આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી ને તાત્કાલિક ગુણવત્તા યુક્ત રોડ બનાવવાની માંગણી કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ નાની કેનાલ નો વિસ્તાર એ વિકસિત વિસ્તાર છે પણ રોડ સુવિધા ના નામે શુન્ય છે. આ નાની કેનાલ ને સંપૂર્ણપણે બુરી નેં તેનાં ઉપર પેશકદમી કરી દેવામાં આવી હતી. જેના કારણે આ કેનાલના નીચાણવાળા વિસ્તારમાં ખેડવાણ જમીનમાં પિયત થઈ શકતું નહીં જેના કારણે અનેક રજૂઆતો થઈ બાદ આ કેનાલ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને જેમાં આ નાની કેનાલ ને અંડર ગ્રાઉન્ડ પાઇપ નાખીને બનાવવામાં આવી પરંતુ આ રોડ હાલમાં ઘણો વિકસિત હોય ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે આ વિસ્તારમાં ૧૦-૧૨ વર્ષ પહેલાં બનાવેલો સિમેન્ટ રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો બીજી બાજુના રોડ નો વિકાસ થયો જ નથી. તો આ બન્ને રોડ તાત્કાલિક લાંબા સમય સુધી ટકી રહે તેવા ગુણવત્તા યુક્ત રોડ બનાવવાની માંગણી કરતી અરજી નગરપાલિકામાં કરવામાં આવી છે. જોઈએ લોકોની આ રોડ બનાવવા ની માંગણી સ્વીકારીને રોડની સુવિધા ક્યારે મળે છે?








