GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નાની વાવડી મુકામે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન

મોરબીના નાની વાવડી મુકામે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન

મોરબીના નાની વાવડી મુકામે નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પને ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારિયા,જિલ્લા પંચાયત સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા,મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા,મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઇ કુંભરવાડીયા,તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા,માળિયા તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા તથા નાની વાવડી ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં

.આ યોજનાથી અનેકાનેક લોકો સુમાહિતગાર થયાં હતાં.આ તકે દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજના ઘર ઘર સુધી પહોંચે અને દરેક લોકો તેનો લાભ મેળવે અને સુમાહિતગાર થાય એ જ નરેન્દ્ર મોદી વિચાર મંચનો ઉદ્દેશ્ય છે.

[wptube id="1252022"]
Back to top button