MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે બે-દિવસીય યોગ શિબિર યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે
બે-દિવસીય યોગ શિબિર યોજાઈ
અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની આધ્યાત્મિક ઉન્નતી થાય તે માટે મોરબીની અગ્રણી કોમર્સ કોલેજ તરીકે આગવી ઓળખ ધરાવતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ માટે પ્રમુખશ્રી દેવકરણ ભાઈની પ્રેરણાથી તથા આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે તા ૨૨ અને ૨૩ નવેમ્બર બે-દિવસીય વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં યોગ ટ્રેઈનર તરીકે પ્રવીણભાઈ મજીઠીયા સાહેબ(ગાંધીનગર), પ્રો. હરિત જોશી સાહેબ (જુનાગઢ) તથા અમીશ પટેલ સાહેબ (આણંદ) ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને ૩ SRB યોગ (લયબદ્ધ શ્વસન) અને તેનાથી થતા ફાયદાઓ વિષે રસપ્રદ રીતે અવગત કર્યા હતા તેમજ યોગ અને આંતરિક અનુશાશન દ્વારા કઈ રીતે અભ્યાસની સાથે શારીરિક ફાયદાઓ પણ મેળવી શકાય તે અંગે રસપ્રદ છણાવટ કરી હતી.

આ શિબિરમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ મોરબીની આસપાસ ની સરકારી શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રા.શાળા) રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રા.શાળા) તથા રાજુભાઈ વ્યાસ (રાયધ્રા પ્રા. શાળા) ઉત્સાહભેર જોડાયા હતા.








