
દેડિયાપાડાના આપ પાર્ટી ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજરોજ શિનોર તાલુકાના સાધલી મૂકામે આવેલ APMC ખાતે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચ્યા હતા.જ્યા શિનોર તાલુકાના આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે સઘન ચર્ચા વિચારણા કરાઇ હતી.આ ઉપરાંત રાજ્યમાં ચાલતાં વિવિધ પાયાના પ્રશ્નો ,શિક્ષણ, આરોગ્ય, SC,ST સમાજ ઉપર થતાં અત્યાચારો રોકવા માટે હાજર તમામ ને એકજૂથ થવા અને જાગૃત થવા માટે અનુરોધ કર્યો હતો.
વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની ચૂંટણી ને લઈને INDIA ગંઠબંધન પાસે માંગ કરવામાં આવી છે.જેમાં અમારા દ્વારા દાવેદારી કરવામાં આવી છે.તેની તૈયારીઓના ભાગરૂપે આપ પાર્ટી દ્વારા ભરૂચ લોકસભા વિસ્તારમાં સંગઠન ને મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તેના ભાગરૂપે આજરોજ સાધલી ખાતે સ્થાનિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓના પ્રશ્નો સાંભરી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા બાહ્યધરી આપી હતી.
ફૈઝ ખત્રી..શિનોર