મોરબી:વ્યારા તાલુકાના વાલોડ કુંભીયા નાં આરટીઆઈ એક્ટિવિષ્ટ ની હત્યાની પ્રમાણિક તપાસ માટે મોરબીમાં અપાયું આવેદનપત્ર!

વ્યારા તાલુકાના વાલોડ કુંભીયા નાં આરટીઆઈ એક્ટિવિષ્ટ ની હત્યાની પ્રમાણિક તપાસ માટે મોરબીમાં અપાયું આવેદનપત્ર!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના વાલોડ કુંભિયાના આરટીઆઇ એક્ટિવિષ્ટ સુધીરભાઈ નટુભાઈ ચૌધરી ની કરપીણ હત્યા થઈ ગઈ છે તેની પ્રમાણિક તપાસ થાય તેવી માંગણી સાથે મોરબી જિલ્લા આરટીઆઈ એક્ટિવિષ્ટ મંચ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું છે અને બનાવ નેં વખોડી કાઢયો છે.
દેશમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે આરટીઆઈ ની અરજી કરીને ભ્રસ્ટાચાર નેં ઉજાગર કરવામાં આવે છે જેથી ભ્રષ્ટાચારીઓ નેં આવી આરટીઆઈ કરતા એકટીવીસ્ટ આંખ નાં કણા ની માફક ખુંચે છે અને તેનાં ઉપર જીવલેણ હુમલા થાય છે અને આવો એક જીવલેણ હુમલો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાલોડ કુંભીયા ગામ માં બન્યો છે જ્યાં સુધીરભાઈ નટુભાઈ ચૌધરી ની હત્યા થઈ છે અને તેઓ ભ્રસ્ટાચાર વિરુદ્ધ ની લડતમાં શહીદ થયા છે. દેશ ની સરહદ લશ્કરનાં જવાનો સાચવે છે તેજ રીતે આરટીઆઈ સૈનિકો દેશ ની તિજોરી ને નુકસાન પહોંચાડતા ભ્રસ્ટાચારીઓ વિરુદ્ધ લડત આપી રહ્યા છે. આવી લડતમાં શહીદ પણ થયાં છે. જેમાં સુધીરભાઈ નટુભાઈ ચૌધરી છેલ્લા તાજેતરમાં શહીદ થયા તે બનાવને વખોડી કાઢીને મોરબી જિલ્લા આરટીઆઈ એક્ટિવિષ્ટ શ્રીકાંત પટેલ, લવજીભાઈ આંબલીયા, ગોકળભાઈ ભરવાડ, રમેશભાઈ સહિતના આરટીઆઈ એક્ટિવિટી મોરબી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપીને રાજ્યપાલ શ્રી ને મોકલવા વિનંતી કરી છે અને આ સુધીરભાઈ નટુભાઈ ચૌધરીના બનાવમાં જે હત્યારા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.