GUJARATMORBI

હિંદુ ધર્મ અને બ્રહ્મ સમાજ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર રાજકોટના રમેશ ફેફર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર

હિંદુ ધર્મ અને બ્રહ્મ સમાજ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર રાજકોટના રમેશ ફેફર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર


સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં પોતાની જાતને કલ્કી અવતાર કહેરનારા અને હિંદુ ધર્મ તેમજ બ્રહ્મસમાજ વિષે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર રાજકોટના રમેશ ફેફર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આવેદન પાઠવવામાં આવ્યું હતું

રાજકોટના રમેશ ફેફર પોતાની કલ્કી અવતાર કહેતા હોય અને જાણી જોઈને સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દુ ધર્મ અને ખાસ કરી બ્રાહ્મણો નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ તથા સમગ્ર બ્રહ્મસમાજ વિશે આપતિજનક નિવેદન કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય અને રમેશ ફેફર દ્વારા અવારનવાર આવા નિવેદનો કરી સામાજીક સમરસતાને ડહોળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેમજ પોતાના નિવેદનોમાં બ્રહ્મસમાજનો નાશ કરવાની ધમકી ઉચ્ચારી ડર અને દહેશતનો માહોલ ઉભો કર્યો હોય જેને પગલે આજે મોરબી બ્રહ્મસમાજ દ્વારા જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રમેશ ફેફર દ્વારા કરાયેલા નિવેદનો પાછળ શું ઈરાદો છે? આવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનાર કોઇ ષડયંત્ર તો નથી ને? વગેરે જેવી બાબતો અંગે તપાસ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે

જે આવેદન આપતી વેળાએ સમસ્ત બ્રહ્મસમાજ અધ્યક્ષ પ્રશાંતભાઇ મહેતા, પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, મિલેશભાઈ જોષી, કમલભાઈ દવે તથા પરશુરામ યુવા ગ્રુપ મહામંત્રી જયદીપભાઈ મહેતા, મુકેશભાઈ જાની (ભુદેવ), કિશોરભાઈ પંડ્યા, પલાભાઈ રાવલ, ડો. રાજુભાઈ ભટ્ટ, કિશનભાઇ ઉપાધ્યાય, ધર્મેન્દ્રભાઈ જોષી,રોહિતભાઈ પંડ્યા, વિશ્વાસભાઈ જોષી, આર્યનભાઈ ત્રિવેદી, હર્શભાઈ વ્યાસ ,કૃષ્ણાચંદ્ર દવે, મોન્ટુભાઈ રાવલ, વિજયભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button