NATIONAL

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર

તા. 22 ઓગસ્ટ 2023, મંગળવાર

કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા સર્વિસ (AIS)ના કર્મચારીઓ માટે રજાઓને લઈને નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. જે પછી હવે આ કર્મચારીઓ તેમના પુરા કરિયર દરમ્યાન બે વર્ષની પેઈડ લીવ લઈ શકે છે. આ રજા સરકાર તરફથી બે બાળકોના દેખરેખ માટે વધુમાં વધુ 2 વર્ષ સુધી રજા આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ (DoPT)એ હાલમાં નવું નોટીફિકેશનની જાહેર કર્યુ છે. આ જાહેરનામાંને 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારો સાથે વાતચિત બાદ ઓલ ઈન્ડિયા સર્વિસ ચિલ્ડ્રેન લીવ રુલ 1995 મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. AIS કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા સર્વિસ (AIS)ની એક મહિલા અથવા પુરુષ સભ્યને બે સૌથી મોટા બાળકોની સારસંભાળ રાખવા માટે તેમની નોકરી દરમ્યાન 730 દિવસની રજા આપવામાં આવશે.આ રજા બાળકોના 18 વર્ષ પુરા થયા પહેલા પાલન પોષણના આધાર પર, અભ્યાસ, બીમારી અને તેની દેખરેખ રાખવા માટે આપવામાં આવશે.

ચાઈલ્ડ કેર લીવ હેઠળ દરેક સભ્યને તેની પુરી નોકરી દરમ્યાન પહેલા 365 દિવસ માટે 100 ટકા પગાર ચૂકવવામાં આવશે. ત્યાર બાદ બીજા વર્ષેની 365 દિવસની રજા પર 80 ટકા પગાર ચૂકવવામાં આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button