
હળવદ ગ્રામ્ય પંથકમાં ચિત્રોડી ગામના વાડી વિસ્તારમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને જાહેરમાં સજા આપવા લોકોએ માંગ કરી છે. માતા-પિતા મહેમાનને મળવા ગયા હતા ત્યાકે એકલતાનો લાભ લઈ ઘરમાં રહેલી બાળકીને આરોપીએ દૂર લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ આરોપી રત્નાભાઇ ખરગીયા ફરાર થયો છે.
પરિવારે હળવદ પોલીસે મથકે ફરીયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી સામે પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે બાદ એસસીએસટી સેલના ડીવાયએસપી ગૌસ્વામીને તપાસ કામગીરી સોંપવામાં આવી છે.

[wptube id="1252022"]





