
MORBI:મોરબીમાં પરસોતમ રૂપાલાના ભવ્ય રોડ શો યોજાયો
મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો આ રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ઠેર ઠેર રૂપાલા નુ સ્વાગત કરી ને
ત્યાર બાદ મોરબીના ઉદ્યોગકારો દ્વારા વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

પરસોતમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધ નો વંટોળ ચાલી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં પરસોતમ રૂપાલાના ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રોડ શોમાં હજારો ની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ સુરક્ષાની દ્રષ્ટીએ રાજકોટ રેન્જ પાંચ જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી.આ રોડ શો મોરબીના ભકિતનગર સર્કલ થી શરૂ થઈને લીલાપર રોડ પર આવેલ પરતિપ્લોટ સુધી યોજાયો હતો અને સમગ્ર રસ્તાની બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું હતું અને પુષ્પ વર્ષા કરી હતી.ત્યાર બાદ મોરબીના ઉદ્યોગકારો દ્વારા વિશાળ મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોરબીના ચાર હજાર જેટલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા અને પરસોતમ રૂપાલા ને સમર્થન આપ્યું હતું તેમજ આ મહાસભામાં રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોતમ રૂપાલાની સાથે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શીહોરા,સાંસદ મોહન કુંડારિયા,સાંસદ રામ મોકરિયા ,સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ,મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા,હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા,વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત મોરબી જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ રોડ શો દરમિયાન શહેરના ઉમિયા સર્કલ નજીક ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા કાળું કપડું લહેરાવીને વિરોધ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ હાજર પોલીસ જવાનોએ તુરંત બન્ને યુવકોની અટકાયત કરી ને કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે આ ભવ્ય રોડ શો માં હાજર મેદની જોઈને રાજકોટ લોકસભા બેઠક આવતા મોરબી જિલ્લાના વિસ્તારમાંથી પરસોતમ રૂપાલાને ભવ્ય સમર્થન મળી રહ્યું હોવાનું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.








