
લવ જેહાદ સામે આવતી કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર આપશે
ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

સમસ્ત ટંકારા તાલુકાના તમામ જાહેર જનતા ને જણાવવાનું કે ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરા આયોજન અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે આવતી કાલે 18 સપ્ટેમ્બર ને સોમવારે સવારે 10 વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ રેલી યોજી મામલતદારશ્રી ટંકારા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કર્યુ છે આથી સૌ હિન્દુ સમાજ રાજકીય અગ્રણી સામાજિક કાર્યકરો અને તાલુકા વાસી નોધ લે.વેપારી મિત્રો સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે.દયાનંદ સરસ્વતી ચોક ખાતે વાહન ચાલકો એ પાર્કિંગ આર્ય સમાજ ખાતે પાર્ક કરવી. યાદીમા જણાવ્યું છે








