Jamnagar : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,જામનગર દ્વારા શાળા નં- ૧૮ ને સન્માનિત કરવામાં આવી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત આંતરશાળા સ્પર્ધા ૨૦૨૨-૨૩ અંતર્ગત સ્પર્ધામાં શાળા નં-૧૮ શહેર કક્ષાએ જુદી જુદી સ્પર્ધા વિજેતા સન્માન કાર્યક્રમ ધન્વંતરી ઓડીટોરીયમ ખાતે યોજાયો જેમા શાળા નં-૧૮ની વિધાર્થીનિઓ, દેવાશી પાગડા વક્તૃત્વમાં પ્રથમ, જીયા કંડોરિયા અં-૧૧ દોડ-૫૦મી.માં પ્રથમ, અંજુ શાહ અં-૧૭ દોડ-૨૦૦મી.માં પ્રથમ, સ્વીટી શર્મા અં-૧૭ દોડ-૪૦૦મી.માં પ્રથમ, મીના રાજપૂત અં-૧૧ સોફ્ટબોલમાં પ્રથમ, કરીના ખેરવાર અં-૧૭ લંગડીફાળ કૂદ મી.માં પ્રથમ, કુડેચા કોમલ અં-૧૪ ઉચીકૂદમાં દ્વિતિય, કછેટીયા ગૌરી અં-૧૪ ગોળાફેક તૃતીય, કવિ ચાવડા અં-૧૭ દોડ-૧૦૦મી.માં તૃતીય અને તેજલ સુમાણિયા સુલેખનમાં તૃતીય નંબર મેળવતા જામનગરના આદરણીય મેયર વિનોદભાઈ ખીમસુરિયા, માન. ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, શહેર પ્રમુખ, ડો. વિમલભાઈ કાગથરા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઇ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી, ફાલ્ગુનિબેન પટેલ, સ્ટેન્ડીગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતાશ્રી અને મંત્રીશ્રીઓ, સમિતિના સભ્યશ્રીઓ અને કે.ની.ની હસ્તક ઈનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપી વિધાર્થીનિઓ અને શાળાને સન્માનિત કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ આ સન્માન શાળાના તમામ શિક્ષકોની મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનુ સન્માન ગણાવ્યુ હતુ તથા વિધાર્થીઓ શિક્ષકો,વાલીશ્રી અને દાતાશ્રીઓની સૌની મહેનતનુ પરિણામથી હંમેશા શાળા અવ્વલ હરોળમાં સ્થાન મેળવે છે હજુ આપણી પાસે જે કલા, શિક્ષણ, સ્કિલ અને આવડત છે તેનો ઉપયોગ કરી આપણી શાળા શ્રેષ્ઠ શાળા બનાવીએ તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.






