MORBI:મોરબીના લગધીરપુર રોડ ઉપર કારખાનાની બાજુમાંથી વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના લગધીરપુર રોડ ઉપર કારખાનાની બાજુમાંથી વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એકની ધરપકડ
મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસિટી કારખાનાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં વેચાણ કરવા છુપાવી રાખેલ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીનના જથ્થા સાથે મેટ્રોસિટી સીરામીકમાં નોકરી કરતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી આરોપીને મોરબી તાલુકા પોલીસે અટક કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસિટી સીરામીકમાં લોડિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મેટ્રોસિટી લેબર ક્વાર્ટર, ઘુંટુ રોડ ઉપર રહેતા મુકેશ તુલસીરામ ગડીયા ઉવ-૩૦એ મેટ્રોસિટી કારખાનાની બાજુમાં બાવળની કાંટમાં વેચાણાર્થે છુપાવી રાખેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૯ તેમજ બિયર ટીન નંગ ૨૦ ના જથ્થા સાથે ઝડપી લઇ આરોપીની અટકાયત કરવામાં આવી છે, પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








