SAYLA

ચોટીલાના જુના સુરજદેવળ મંદિર બચાવો અભિયાનના અનુસંધાને કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન ની તૈયારી શરૂ.

સુરેન્દ્રનગર જિલ્લામાં હજું પણ અમુક જગ્યાએ ખનીજ ખનન વહન ગેરકાયદેસર પ્રવૃતી ચાલી રહી છે. ચોટીલાના જુના સુરજ દેવળ મંદિર બચાવો અભિયાન સોમવારથી શરૂ કરવામાં આવશે . જેમાં રજુઆત તંત્ર ને કરી ચુકયા છીએ તેમ છતાં એકપણ ભુમાફિયા સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ કેસ કે દંડનાત્મક કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આવતા સોમવાર થી કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે “ઉપવાસ ” આંદોલન ની તૈયારી કરી રહ્યા છીએ. ખરેખર આ ઐતિહાસિક ધરોહર ના રક્ષણ માટે ની લડત છે. તેમાં સાથ સહકાર આપવા દરેક સનાતન ધર્મ હિન્દુ ધર્મ ના મસિહાઓ ને જાહેર આમંત્રણ આપીએ છીએ. તેના માટે તૈયારી ચાલુ છે માટે મોટી સંખ્યા માં હિન્દુ સંગઠન જોડાય અને ભગવાન સૂર્ય નારાયણ ને ઈષ્ટદેવ તરીકે પૂજતા સમગ્ર કાઠી દરબાર સમાજ ને આમંત્રણ છે એ પણ મંદિર બચાવવા માટે ની લડત મા સહભાગી બની એક હિન્દુ તરીકે સનાતન ધર્મ ના પ્રહરી તરીકે હાજર રહેશો આ બાબતે આવતીકાલે મીટીંગ ગોઠવી આયોજન કરવામાં આવેલ છે. જેમાં જે નિર્ણય લેવામાં આવે તે રીતે લડત સાથે આયોજન કરવામાં આવશે. આ જુના સુરજદેવળ મંદિર કેન્દ્ર સરકાર હેઠળ આરક્ષિત સ્મારક પુરાતત્ત્વ વિભાગ હેઠળ આવે છે. આ બાબતે રાજયપાલ મુખ્યમંત્રી કલેકટર મામલતદાર ખાણ ખનીજ વિભાગ માં અનેક રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ખાણ ખોદકામ કરતાં શખ્સો સામે છેલ્લા છ મહિના થી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બે વખત દરોડા પાડવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા બિનવારસી મુદામાલ બતાવે છે તેની સામે લડત છે.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button