AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

રાજ્યની 35 ફાર્મા કંપનીની 42 દવાઓના નમૂના ફેલ હોવાનો દાવો, CDSCOનો ચોંકાવનારો રિપોર્ટ

રાજ્યમાં દવા બનવાતી કંપનીઓને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટના લીધે દવા બનાવતી કંપનીઓમાં જાણે ભયનો માહોલ સર્જાયો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં 35 દવા બનાવતી કંપનીની 42 દવાના નમૂના ફેલ થયા છે.

રાજ્યમાં દવા બનવાતી ફાર્મા કંપનીમાંથી ગત વર્ષના જાન્યુઆરીથી આ વર્ષે ફેબ્રુઆરી 2023ના સમયગાળા દરમિયાન દવાના નમૂના લેવામાં આવ્યા હતા. આ દવાની તપાસ કર્યા બાદ જાહેર કરેલા રિપોર્ટમાં 42 દવાના નમૂના ફેલ ગયા હતા. CDSCOએ દેશમાંથી 680 જેટલા દવાના નમૂના લીધા હતા. ફાર્મા કંપનીમાંથી એન્ટિબાયોટિક, વિટામિન સહિતની દવાઓના નમૂના લેવામા આવ્યા હતા.

જ્યની 35 જેટલી ફાર્મા કંપનીની દવાના નમૂના ફેલ થયા હતા. હાલના સમયમાં નશીલી દવાનુ ચલણ વધી ગયુ હોવાના કારણે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી રહ્યુ છે અને આવી દવાઓ જપ્ત કરી રહ્યુ છે. આ અગાઉ અમદાવાદ શહેરમાં પણ નશામાં વપરાતી દવાઓનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હતો. આ ઝડપાયેલી દવાઓની કિંમત આશરે 20 કરોડથી વધુ હતી.

[wptube id="1252022"]
Back to top button