MORBIMORBI CITY / TALUKO
વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ તથા ખેડૂત સભાનું આયોજન કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ તથા ખેડૂત સભાનું આયોજન કરાયું
મોરબી ખાતે તા.૫-0૬-૨૦૨૩ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, પર્યાવરણ દિવસને અનુલક્ષીને કે.વી.કે. ફાર્મ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં આજુબાજુના ગામના ખેડૂત મિત્રોને આંમત્રિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મયુર નેચર ક્લબના સભ્યશ્રી જીતુભાઈ મહેતાએ હાજર રહેલ ખેડૂત મિત્રોને કે.વી.કે. ફાર્મ પર વાવેતર કરવામાં આવેલ જુદા જુદા વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી. અહીં વૃક્ષારોપણ કર્યા બાદ એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જીવાની તથા ડી.એ. સરડવાએ ખેડૂતોને પર્યાવરણ અને ખેતી વિષય ઉપર વિસ્તૃત માહિતી આપી હતી.

[wptube id="1252022"]








