MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા:બસપા રાષ્ટ્રીય અધ્યક્ષ બહેન કુ. માયાવતી જી ના ૬૭માં જન્મદિન નિમિત્તે “જન કલ્યાણ કારી” દિવસ તરિકે કાર્યકર્તા ઓએ મનાવેલ.

ટંકારા:બસપા રાષ્ટ્રીય અધ્યક્ષ બહેન કુ. માયાવતી જી ના ૬૭માં જન્મદિન નિમિત્તે “જન કલ્યાણ કારી” દિવસ તરિકે કાર્યકર્તા ઓએ મનાવેલ.

હર્ષદરાય કંસારા ટંકારા: બહુજન સમાજ પાર્ટી ટંકારા તાલુકા યુનિટ દ્વારા પુર્વ મુખ્યમંત્રી યુપી, પુર્વ રાજ્યસભા સાંસદ અને બસપા રાષ્ટ્રીય અધ્યક્ષ બહેન કુ. માયાવતી જી ના ૬૭માં જન્મદિન નિમિત્તે “જન કલ્યાણ કારી” દિવસ તરિકે કાર્યકર્તા ઓએ મનાવેલ.

ટંકારા ગામનાં દલિત, ગરીબ, પીડીત,શોષિત અને વંચિત સમુદાયના છેવાડા વિસ્તારના આશરે પાંચસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ને સુકા નાસ્તાનું ભરપેટ ભોજન કરાવ્યું હતું. અને જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. બહુજન સમાજની આન, બાન, માન, સન્માન અને સ્વાભિમાન ધરાવતા બહેન કુ. માયાવતી જી ના જન્મદિન નિમિત્તે કિશોરભાઈ પારિયા , સ્વ નટુભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા તરફથી પાર્લે બિસ્કીટના કાર્ટુન આપવામા આવ્યાં હતાં.જ્યારે પફ અને અન્ય ભાગમાં પો.કો.મુકેશભાઈ ચાવડા, પો. કો.વસંતભાઈ વઘોરા, પો. કો.અનિલભાઈ પરમાર,હેમંતભાઇ ચાવડા, પ્રવિણભાઈ ચૌહાણ, દિલિપભાઈ મકવાણા, જીવરાજભાઈ રાણા, દેવેનભાઈ ચૌહાણ, દિનેશભાઈ ગોહિલ વગેરે નિષ્ઠાવાન મિત્રોએ આર્થિક યોગદાન આપ્યું હતું.


હરેશ જાદવ, રોહિત,મોહિત ચાવડા અને સલીમભાઈ માડકિયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button