MORBI :ફાધર્સ ડે દિવસ નિમિત્તે કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેન મિયા બાપુની અધ્યક્ષતામાં જરૂરતમંદ દુલા દુલ્હન ને સમુહ લગ્ન એક મંચ નીચે નિકાહ કન્યાદાન કરાવ્યા!

MORBI :ફાધર્સ ડે દિવસ નિમિત્તે કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેન મિયા બાપુની અધ્યક્ષતામાં ખરા અર્થે જરૂરતમંદ દુલા દુલ્હન ને સમુહ લગ્ન એક મંચ નીચે નિકાહ કન્યાદાન કરાવ્યા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં ગુજરાત એકતાનું સંદેશો પૂરું પાડવામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ભાગની વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત જાણીતું રહ્યું છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું પણ આગવું સ્થાન હોય તેમ કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમ સમાજના ૫૧ દુલા દુલ્હન ને એક જ મંચ નીચે એકતાના સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવી પ્રભુતામાં પગલાં પાડી જીવનસાથી સાથે સારું જીવન જીવિત બની ખોટા ફિઝુલ ખોટા ખર્ચા થી લોકો બચે અને જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરી દીકરા નું કન્યાદાન નિકાહ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ દ્વારા આજરોજ તારીખ ૧૬ જૂન એટલે ફાધર્સ ડે વિશેષ દિવસ નિમિત્તે ૨૫ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના દુલ્હન દુલ્હન નાં જોડા એક મંડપ નીચે હિન્દુ-મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવા સમાજના જમાત ખાને યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી જેમ જ ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ રાવલ એ કર્યું હતું.