GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરા માથી હાથ બનાવટી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

મોરબીના વીસીપરા માથી હાથ બનાવટી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મફતીયાપરા જુના ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે માળીયા(મી)ના વતની એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં દેશી હાથ બનાવટનો તમંચો કચ્છના એક ઈસમ પાસેથી મેળવેલ હોવાનું ખુલતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ હથિયારધારા કલમ હેઠળ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં મફતીયાપરા જુના ગોર ખીજડીયા જવાના રસ્તે આવેલ સિકંદરભાઈની ઓરડી પાસેથી આરોપી દીનમામદ તાજમામદ ભટ્ટી ઉવ.૪૮ રહે.હાલ કાલાવડ જી.જામનગર મૂળરહે. મુલતાનશાપીરની દરગાહ માળીયા(મી)ને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી દીનમામદ ભટ્ટીની પ્રાથમિક પૂછપરછમાં આજથી દોઢ વર્ષ પહેલા આ હથિયાર સલીમભાઇ રહે. ગાંધીધામ(કચ્છ) વાળા પાસેથી લીધેલ હતું જેવી કબૂલાત આપતા મોરબી બી ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button