15 જૂને વિકરાળ બની શકે છે વાવાઝોડું, સાત રાજ્યો માટે ભારે

અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડુ બિપરજોય હવે અત્યંત તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. જોકે વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને જોરદાર પવન સાથે વરસાદ પડશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર, કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સાથે વાવાઝોડું ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ વિસ્તારમાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ કલમ 12 જૂનથી 16 જૂન સુધી લાગુ રહેશે.
વાવાઝોડુ બિપરજોયને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં જિલ્લા અધિકારી અને ભઆજપ નેતાઓ સાથે બેઠક કરી છે.
ભારત-પાકિસ્તાન તરફ પૂર ઝડપે વધી રહ્યું છે વાવાઝોડુ
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું બિપરજોય 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યુ છે અને છેલ્લા 6 કલાક દરમિયાન પવનની ઝડપ 165થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયુ છે અને લગભગ 580 કિમી પ્રતિ કિમીની ઝડપથી ફેલાઈ રહ્યુ છે. મુંબઈના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં કિમી, પોરબંદરથી 480 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં, દ્વારકાથી 530 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં, નલિયાથી 610 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અને કરાચીથી 780 કિમી દક્ષિણ તરફ વધી રહ્યુ છે.
આ વાવાઝોડુ અચાનક તીવ્ર બની ગયુ છે અને 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે 195 કિમી પ્રતિ કલાકની ટોચની તીવ્રતા પર પહોંચી ગયું છે. જેજુ નેશનલ યુનિવર્સિટીના ટાયફૂન રિસર્ચ સેન્ટરના સંશોધક વિનીત કુમાર સિંઘે જણાવ્યું કે, ચક્રવાત તૌકતે બાદ બિપરજોય એ અરબી સમુદ્રમાં સૌથી મજબૂત વાવાઝોડુ છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ રોક્સી મેથ્યુ કોલે ટ્વીટ કર્યું કે, અરબી સમુદ્ર પર ક્લાઈમેટ ચેન્જની છાપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિવિધિઓમાં વધારો સમુદ્રના તાપમાનમાં વધારો અને ગ્લોબલ વોર્મિંગ હેઠળ વધેલી ભેજની ઉપલબ્ધતા સાથે જોડાયેલો છે. અરબી સમુદ્ર પહેલા ઠંડો હતો પરંતુ હવે તે ગરમ બની રહ્યો છે.









