
મોરબી જિલ્લા ભાજપ સંગઠનમા હોદ્દેદારોની નિમણૂક કરાઈ
મોરબી : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જિલ્લા ભાજપના સંગઠનમાં વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નવી નિમણૂક અંતર્ગત મોરબી જિલ્લા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે જયુભા જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રજ્ઞેશભાઇ વાઘેલા, કાજલબેન ચંડીભમર, રમાબેન ગડારા, રવિભાઈ સનાવડા, અશ્વિનભાઈ મેઘાણી, રવિભાઇ રબારીની નિમણૂક કરાઈ છે. જ્યારે મહામંત્રી તરીકે કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રાની નિમણૂક કરવામાં આવી છે. મંત્રી તરીકે રસિકભાઈ વોરા, નિરજભાઈ ભટ્ટ, શોભનાબેન મહેશભાઇ લીખિયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગીતાબેન વોરા, આનંદભાઇ સેતા, હિનાબા જાડેજા અને ક્રિષ્નાબેન હરસુખભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે અને પ્રભુભાઇ વિઞવાડીયાને કોષાધ્યક્ષ બનાવાયા છે.