MORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬ એપ્રિલ સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

MORBi:મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬ એપ્રિલ સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત ગત ૦૭ મે ના રોજ મતદાન પૂર્ણ થયું છે અને ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી યોજાનાર છે જે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોએ સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરીએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ આદેશ અન્વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરવામાં મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, એકમો ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતાના પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે.

આવા સિક્યુરિટી ગાર્ડન તેઓને જે એજન્સ/એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનું ફોટોગ્રાફ સાથેનો ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધીત એજન્સી એકમના અધિકૃત અધિકારીશ્રી આવા સિક્યુરિટીગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમ અનુસાર ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધ માંથી મુક્તિ આપવામાં આવશે.

આ જાહેરનામું ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button