MORBI:દ્વારકાધીશના દર્શનને જતા પદયાત્રીઓ માટે ખંભાળિયા પાસે મોરબીના સેવાના ભેખદારીઓનો નો સેવા કેમ્પ

MORBI:દ્વારકાધીશના દર્શનને જતા પદયાત્રીઓ માટે ખંભાળિયા પાસે મોરબીના સેવાના ભેખદારીઓનો નો સેવા કેમ્પ

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દર વર્ષે હોળીના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના સાનિધ્યમાં હોળી રમવાનું એક અનેરૂં મહત્વ છે જેને ફૂલડોલ થી ઓળખવામાં આવે છે. ત્યારે લાખો ભાવિક લોકો દ્વારકાના માર્ગે પદયાત્રામાં જતા હોય છે અને આ રોડ ઉપર પદયાત્રીઓ માટે સેવાના કેમ્પ ઉભા કરવામાં આવે છે. આવો જ એક સેવા કેમ્પ ખંભાળિયા થી દ્વારકા વચ્ચે ના ગામમાં જોગ ડુંગરી બાપુ થાનગઢના આશીર્વાદથી જોગ આયોજન સમિતિના પ્રમુખ શાંતિલાલ દેત્રોજા ની દેખરેખ હેઠળ છેલ્લાં અગિયાર વર્ષથી સેવા કેમ્પનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે પણ નવાગામ સહિત આજુબાજુના ગામના અને મોરબી શહેરના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ખંભાળિયા દ્વારકાની વચ્ચે આવેલા હંજડાપર ગામ પાસે સેવાના કેમ્પનું આયોજન કર્યું છે.

જેમાં સુવા બેસવાની નાહવાની તેમજ મનોરંજન કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મોબાઈલ ચાર્જ કરવા માટે અલગથી સુવિધા ઉભી કરવામાં આવી છે અહીંયા એક અઠવાડિયા સુધી ભાઈઓ અને બહેનો નિસ્વાર્થ ભાવે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે અને એક પરમાર્થ કર્યાનો આનંદ મેળવી રહ્યા છે.








