
GUJARAT:DGP સિવાય કોઈ નહીં કરી શકે આંતર જિલ્લા બદલી
આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી. આની સાથે જ બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ કરાયા છે.
ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને લઈને તાજેતરમાં એક મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડા પાસે રહેશે.આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી. આની સાથે જ બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ કરાયા છે.રાજ્ય પોલીસ વડાએ તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેન્જ આઈજી સહિતના અધિકારીઓને આ અંગે જાણ કરાઈ છે.