દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના શાસનકાળને નવ વર્ષ પુરા થયા પરંતુ ટંકારા તાલુકાના ટોળ ગામે ભર ઉનાળે પીવાના પાણીના ફાફા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના શાસનકાળને નવ વર્ષ પુરા થયા પરંતુ ટંકારા તાલુકાના ટોળ ગામે ભર ઉનાળે પીવાના પાણીના ફાફા
એહવાલ -આરીફ દિવાન

ટંકારા:તાજેતરમાં સમગ્ર દેશભરમાં દેશભક્ત એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના શાસનકાળના નવ વર્ષ પૂર્ણ થતા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ દ્વારા વિકાસની વાતો કરાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ ના અમી છાંટણા નો અભાવ હોય તેમ પાણીની પુકાર મતદાર પ્રજા માં ઊઠવા પામી છે 15 દિવસ સુધી ભર ઉનાળામાં પીવાના પાણીના ફાફા મારતા ટોળ ગામના મતદારો નાલા નદી વાડી ખેતરનાકુવાના પાણી પી ને ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ દ્વારા વિકાસના વાદળો કયારે? ટોળ ગામે અમી છાંટણા કરે તેની અતૂટ પૂર્વક રાહ જોઈ રહ્યા હોય તેના પરિણામે ટોળ ગામના સરપંચ પાણી માટે રાજીનામું આપવા સુધીની તૈયારીમાં છે શું આનું નામ વિકાસ? એક તરફ લોકસભાની ચૂંટણી અંતર્ગત જનસંપક રાજકીય નેતાઓ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીના ફાફા કહી રહ્યા છે કેવો? વિકાસ છે!!!









