MORBI:નવા વર્ષે નવી પહેલ.. પ્રજાપતિ સમાજના સ્નેહમિલન સાથે પુસ્તક પ્રદર્શન યોજાયું

MORBI:નવા વર્ષે નવી પહેલ.. પ્રજાપતિ સમાજના સ્નેહમિલન સાથે પુસ્તક પ્રદર્શન યોજાયું

મોરબી વરિયા મંદિર મુકામે બેસતાવર્ષના દિવસે પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું જે અંતર્ગત આ વર્ષે નવી પહેલ કરાઈ હતી જેમાં વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા અને મોબાઈલના યુગમાં લોકો પુસ્તક વાંચનથી અળગા થઈ રહ્યા છે ત્યારે લોકો પુસ્તકો વાંચવા પ્રેરાય એવા ઉમદા હેતુ થકી પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (વરિયા બોર્ડિંગમાં) કાર્યરત લાયબ્રેરીના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલ સમાજના લોકોએ ઉત્સાહભેર આ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું અને મનગમતા પુસ્તકો વાંચન માટે પોતાની સાથે લઈ ગયા હતા સમાજ ના લોકો સંસ્થાની લાયબ્રેરીની મુલાકાત લેતા રહે અને વાંચન પ્રત્યે પ્રેરાય તેવી સંસ્થાના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી. આ પુસ્તક પ્રદર્શનમા ૧૧૦૦ થી વધુ પુસ્તકો રખાય હતા જેમાં ધાર્મિક, આધ્યાત્મિક, સાહિત્ય, બાળસાહિત્ય, કાવ્યસંગ્રહ,મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લાગતા પુસ્તકોનો સમાવેશ થયેલ. સુંદર અને સફળ આયોજન બદલ સમાજના આગેવાનોએ સંસ્થાની કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.









