MORBI

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં નવા દાતા નોંધાયા

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં નવા દાતા નોંધાયા

માનવ મંદિરના પ્રોજેક્ટમાં અને કાયમી દાતા ટ્રષ્ટી તરીકે નામ નોંધાવતા ભૂપતભાઈ બાવરવા અને જયંતિભાઈ ઝાલરીયા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી,ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવાવ 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, કુલ એસીની સુવિધા ધરાવતા એંસી રૂમનું બાંધકામ,રંગરોગાન પૂર્ણ થઈ ગયું છે,હાલ ફર્નિચર કામ ચાલુ છે,ટૂંક સમયમાં માનવ મંદિરમાં દરિદ્ર નારાયણોને પ્રવેશ કરાવી ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન થવાનું છે,ત્યારે અનેક દતાઓ આ માનવ મંદિરના દરિદ્ર નારાયણોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવી રહ્યા છે ત્યારે વધુ બે નવા દાતા ટ્રષ્ટિ તરીકે મોરબીના આલાપ પાર્કમાં નિવાસ કરતા મૂળ અણીયારી ગામના વતની દુર્લભજીભાઈ (ભૂપતભાઈ) વિઠ્ઠલભાઈ બાવરવા અને મોરબીના ઈડન ગાર્ડન નિવાસી મૂળ રાણેકપર હળવદના જયંતીભાઈ હિરાભાઈ ઝાલરીયા બંને દાતાઓએ પોતાના રળેલા રૂપિયામાંથી પરસેવાની કમાણી પર સેવા માટે માનવ મંદિરના પ્રોજેકટમાં 51000/- એકાવન હજાર ઉમિયા માનવ મંદિરમાં અર્પણ કરેલ છે અને બીજા 51000/- એકાવન હજાર રૂપિયા દર વર્ષે અર્પણ કરી ટ્રષ્ટિ દાતા તરીકે નામ નોંધાવી પવિત્ર પુરષોતમ માસમાં પુણ્યનું ભાથું પ્રાપ્ત કર્યું છે.દાતાની દિલેરીને ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ ઉમિયા માનવ મંદિર તેમજ છગનભાઈ ક્લોલા મંત્રીએ માતાજીનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું.અને ઉમિયા માનવસેવા ટ્રષ્ટના કાર્યકર્તા દિનેશભાઈ વડસોલા,કેશુભાઈ સરડવા અને શાંતિલાલ સુરાણીભાઈ વગેરે પણ સાથે રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button