GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી 740 ગ્રામના બાળકને આયુષ્યમાન યોજાના હેઠળ જીવનદાન આપતું આયુષ હોસ્પિટલનો નવજાત શિશુ વિભાગ.

740 ગ્રામના બાળકને આયુષ્યમાન યોજાના હેઠળ જીવનદાન આપતું આયુષ હોસ્પિટલનો નવજાત શિશુ વિભાગ.

આયુષ હોસ્પિટલ મોરબીમાં બાબો હેતલબેન નરભેરામભાઈ નું બાળક 740 ગ્રામ વજન અને અધૂરા મહિને દાખલ કરેલ હતું. તેને દાખલ કરતી વખતે શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હતી.તેની સાથે તેને નબળાં ફેફસાં, શરીર માં ચેપ, શ્વાસ ભૂલી જવો જેવી ઘણી તકલીફો હતી. જેનાં લીધે 11 દિવસ વેન્ટિલેટર, 30 દિવસ cpap મશીન અને 45 દિવસ ઓક્સિજન સપોર્ટમાં રાખવું પડેલ. આગળ જતાં બાળક ને આંખ માં પણ અધૂરા મહિના ના લીધે તકલીફ (Retinopathy of prematurity) હોવાથી અતિશય મોંઘા ઇંજેકશન(anti VEGF) 3 વાર આપવા પડેલ. બાળક ને prematurity ના બધા જ complication થી બહાર કાઢી બાળક ને ૩ મહિનાની સારવાર પછી રજા કરેલ હતી. રજા કરતી વખતે બાળક નું વજન 1.7 કિલો હતું. પૂરી સારવાર બાદ બાળકનો માનસિક તથા શારિરીક વિકાસ સંપૂર્ણ રીતે સ્વસ્થ અવસ્થામાં હોવાથી બાળક ને એક નવજીવન આપ્યું. આયુષ હોસ્પિટલ માં આ બધી મોંઘી સારવાર એક પણ રૂપિયાના ખર્ચ વગર આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ફ્રી માં કરવામાં આવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button