MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઓટાળા ગામે ગાળો આપવાનો ખાર રાખી પાડોશી પરિવારે સાસુ-વહુ તથા પૌત્ર ઉપર લાકડી વડે હુમલો કર્યો 

TANKARA:ટંકારાના ઓટાળા ગામે ગાળો આપવાનો ખાર રાખી પાડોશી પરિવારે સાસુ-વહુ તથા પૌત્ર ઉપર લાકડી વડે હુમલો કર્યો

ટંકારા તાલુકાના ઓટાળા ગામે બે દિવસ અગાઉ સામ સામે ગાળો આપવાનો ખાર રાખી પાડોશી પરિવારે સાસુ-વહુ તથા પૌત્ર ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત મહિલા દ્વારા પાડોશી પરિવારના બે મહિલા સહીત ચાર આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર ટંકારાના ઓટાળા ગામે રહેતા અનસોયાબેન બાબુભાઇ દેવજીભાઇ મકવાણા ઉવ.૪૦ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી શૈલેષભાઇ જીવાભાઇ પરમાર, જીવાભાઇ મેધાભાઇ પરમાર, ભાનુબેન જીવાભાઇ પરમાર તથા હીનાબેન શૈલેષભાઇ પરમાર રહે.ઓટાળા તા.ટંકારા જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યા મુજબ ફરિયાદી અનસોયાબેનના દીકરા અજયભાઇ અને પાડોશમાં રહેતા પરિવારના શૈલેષભાઇ સાથે બે દિવસ પહેલા કોઈ કારણોસર બોલાચાલી થઇ હતી જેમાં બંનેએ સામસામી ગાળો આપી હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૦૪/૦૬ના રોજ ફરીયાદી અનસોયાબેન તથા તેના દીકરા અજય તથા સાસુ ગંગાબેન સાથે મારા મારી કરી બોલાચાલી ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપી શૈલેષે ફરી.ને માથાના ભાગે તથા ગંગાબેનનુ હાથના પંજાના ભાગે તથા અજયને હાથે તથા પગમાં લાકડી વતી માર મારી ઇજાઓ કરી એકબીજાને મદદગરી કરી હતી. ત્યારે દેકારો થતા આજુબાજુના લોકો એકઠા થઇ અનસોયાબેનના પરિવારને વધુ માર ખાતા છોડાવ્યા હતા. જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button