અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નકલી કચેરી સામે કેનાલના નામે મેન્ટેનન્સના નકલી બીલો બનાવી જે તે સમયે ઉધારી દેવાતા હોવાના આક્ષેપો
હાલ નકલી કચેરી સામે તપાસ ને લઇ ચર્ચાઓ જામી છે અને બઁગ્લોઝ માંથી મળી આવેલ સિક્કાઓ ને લઇ અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે જુના રિટાયર્ડ થયેલ અધિકારી સામે કેનાલ ને નામે મેન્ટેનસના નામે ખોટા બીલો ઉધારી દેવામાં આવ્યા હોવાના હાલ તો આક્ષેપો થયાં છે જે બાબતે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બનાવવામાં આવેલ કેનાલ જે તે સમયે માત્ર કાગળો પર જ RCC કેનાલ બોલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જે ખરેખર RCC કેનાલ પુરે પુરી નથી છતાં શું બીલો પાસ..? જે ને લઇ નકલી કચેરી સામે જો તટસ્થા થી તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવું છે ત્યારે ભલે નકલી કચેરી સામે હાલ અનેક સવાલો ઉભા છે અને અધિકારીઓ પોતે બચાવ કરતા હોય તેવું પણ લાગી રહયું છે પરંતુ હકીકતમાં કેનાલના નામે જો તપાસ થાય તો નકલી કચેરીનું પણ કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ. ખેડૂતના જણાવ્યા અનુસાર છેલ્લા પંદરવર્ષ થી વધુ સમયે આ કેનાલ બનાવામા આવી હતી અને માત્ર 100 મિટર જ RCC બનાવવામાં આવી છે અને બાકીની કેનાલ માત્ર માટીની જ છે અને કેનાલ ની સફાઈ કે મેન્ટેનન્સ થતું નથી જેના કારણે કેનાલ નું પાણી ખેડૂતોના ખેતરમાં ફળી વરે છે છતાં કોઈજ કામ નહિ અને કામગીરીની નામે બીલો બનાવી દેવામાં આવતા હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું.જે ને લઇ હાલ કેનાલ નો જે છેડો છે તે ક્યાંક નકલી કચેરી સાથે તો નથી ને અને જો તપાસ થાય તો મસ મોટુ કૌભાંડ કેનાલને નામે બહાર આવે તો નવાઈ નહિ અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ને લઇ જે ચર્ચાઓ જામી છે છતાં કેમ અધિકારીઓ દ્વારા તપાસ જ નથી થતી તે સવાલ ઉભો છે જિલ્લામાં વિકાસના કામો થી લઇ રસ્તાના કામો હોય કે પછી કોઈ સરકારી કામો હોય જેમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવા લોકો સામે કેમ કાર્યવાહી નથી થતી. હાલ તો તપાસ ને નામે અધિકારીઓ છાવરતા હોય તેવું લાગી રહયું છે