મોરબીમાં જોગણી માતાજીનો નવરંગો માંડવો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો સોમવારે યોજાશે

મોરબીમાં જોગણી માતાજીનો નવરંગો માંડવો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો સોમવારે યોજાશે
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી ખાતે અહીં આવેલા દોશી હાઇસ્કુલ દરબારગઢ પાસે સૌપ્રથમ વખત જોગણી મા નો નવરંગો માંડવો વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજવામાં આવશે સુરધન દાદાની અસીમ કૃપાથી સર્વે રાવલદેવ સમાજના સંતો ભક્તો અને ભુવાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે ખાસ કરીને પંચના ભુવા વિશેષ હાજરી આપશે જેમકે યુવરાજ ભાઈ. હસુભાઈ. લખનભાઈ. કાનાભાઈ રબારી. વિગેરે ભુવા અને ભક્તો બહોળી સંખ્યામાં હાજરી આપશે જે અંગેની જાણવા મળેલ વિગત અનુસાર તારીખ 20 3 2023 ના રોજ સોમવારે થાંભલી રોપણ ત્યારબાદ પંચના ભુવાશ્રીના સોમૈયા સાંજે ચાર કલાકે ત્યારબાદ મહાપ્રસાદ નો કાર્યક્રમ ઉત્સેજવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમુદ્ર રાવળદેવ સમાજ હાજરી આપશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેખા દેવ પદ્મા દેવ ( માસી) તેમજ દિલીપભાઈ રાવલદેવ ભુવા તેમ એક અખબારી યાદીમાં કાનાભાઈ એક યાદીમાં જણાવ્યું છે








