LIMBADISURENDRANAGAR
લીંબડી ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.

તા.28/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજ રોજ જમુના હોટલ લીંબડી ખાતે સ્વ.જીતુભા કેશરીસિંહજી રાણા પરીવાર દ્વારા લીંબડી વિધાનસભાના ક્ષત્રીય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત સ્નેહમિલન યોજવામાં આવ્યુ પુર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ ક્ષત્રીય સ્નેહમિલન કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા લીંબડી વિધાન સભાના ક્ષત્રીયો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માન કિરીટસિંહ રાણા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સમાજ માટેના યોગદાન તથા ક્ષત્રીય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ૧૯૮૦ થી લઈને પાર્ટીના અત્યાર સુધી સફરને યાદ કરી હતી.
[wptube id="1252022"]





