
દેશમાં ફરી એક વખત કોરોનાનો ખતરો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કોરોના પોઝિટિવ થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખુદને આઇસોલેટ કર્યા છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ખુદના કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આપ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, ” સ્વાસ્થ્ય સમસ્યાને કારણે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવા પર મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને તબીબો સાથે ચર્ચા કરીને નિયમોનું પાલન કરી રહ્યો છું અને આગામી તમામ કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી સામેલ થઇશ.”
પટણામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. પટણા જિલ્લામાં એક જ દિવસમાં 51 કોરોના સંક્રમિત મળ્યા છે. એક અઠવાડિયામાં જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100ની પાર થઇ ગઇ છે.

[wptube id="1252022"]





