DAHOD

ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના ચાકલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

તા.03.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના ચાકલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના ચાકલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ પેશન્ટ/ડોટ્સ પ્રોવાઇડર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૨ ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા તથા ૩૦ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા.

આ મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. અરવિંદ વાષણેય, તાલુકાના ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અને આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો. આ મીટિંગમા ટીબીના લક્ષણો વિશે, દર્દીઓને દવા નિયમિત લેવાની, સમય સર ગળફાની તપાસ કરાવવી. જ્યારે જ્યારે આવતી હોય ત્યારે, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું.

તેમજ દર્દીને સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી હતી. ગુજરાત સરકારની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી હતી. દર્દીના ઘરમાં અન્ય સભ્યોને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું.

દર્દીના ઘરમાં ૦-૫ વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન.એચ નામની દવા બાળકના વજન પ્રમાણે કુલ ૬ મહીના સુધી બાળક ને આપવાની થાય છે. જેથી કરીને બાળકને ટીબી નો ચેપ ન લાગે, દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો.

ડોટ્સ પ્રોવાઈડરને ડોટસ વિશે સમજવામાં આવ્યું. નિયમિત દર્દીની મુલાકાત થાય, સાથે સાથે ટીબી ચેમ્પિયન બાબુભાઈ કલરા દ્વારા પણ દર્દીઓને ટીબી રોગ વિશે સમજવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીબી સુપરવાઈઝર દ્વારા પણ ટીબી વિશે માહીતિ આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી અને અન્ય સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર બની કુલ ૮ દર્દીને દત્તક લઈ પોષણ કીટ આપવામાં આવી

[wptube id="1252022"]
Back to top button