MORBIMORBI CITY / TALUKO
મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સ્પર્ધા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી પ્રતિયોગિતા ના નિર્ણાયકો યોગ પ્રશિક્ષિત હરિ ઓમ પાંડે જી અને દીપાંશુ જી હતા, જેમણે પોતે પણ તેમની યોગ કૌશલ્ય દર્શાવી હતી.કાર્યક્રમના મહેમાનો યોગ કોચ રૂપલબેન શાહ અને યોગ ટ્રેનર ઉષાબેન વોરા એ પણ યોગનું મહત્વ સમજાવ્યું હતું.

સ્પર્ધાની કેટેગરી 20 થી 40 અને 40 થી ઉપર …એમ બે કેટેગરી હતી.
સ્પર્ધામાં 60 વર્ષની ઉપર ના વય માં નીરૂબેન અનાડકત અને મીનાબેન પટેલ એ પોતાનું યોગ કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી હંમેશા સમાજની જાગૃતિ માટે સતર્ક રહે છે, આ સ્પર્ધા તેની એક કડી છે.

[wptube id="1252022"]








