CHIKHLINAVSARI

સુરખાઇ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે અને ચીખલી સાપુતારા માર્ગ પર સુરખાઇ ખાતે આવેલ સર્કલને આંબેડકર ચોક નામ આપવામાં આવ્યું છે. જ્યારે આજ રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે આંબેડકર ચોક સુરખાઇ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જય ભીમ ના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો આ તબક્કે મહાનુભાવો એ ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમા ને ફૂલો ના હાર ચડાવી અને જય ભીમ ના નારા લગાવ્યા હતા.જ્યારે સુરખાઇ ગામ ના ડે.સરપંચ ભાવિકભાઈ પટેલ એ પ્રસંગ અનુસાર ઉદબોધન કર્યું હતું.ત્યારે ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા સમાજ સુધારાની પ્રવૃત્તિ અને દેશના સંવિધાન ની રચના ની કામગીરી બિરદાવી હતી અને એમને યાદ કરવામાં આવ્યા હતા.જયારે કુકેરી નાં પૂર્વ સરપંચ કલ્પેશભાઈ પટેલ એ જણાવ્યું હતું કે આવનારાં દિવસોમાં આ સર્કલ નો વિકાસ થાય અને આવતાં વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં આવે અને ભવ્ય આયોજન કરી શકાય. ત્યારે લોકો માં અને આવનારી પેઢી બાબા સાહેબ આંબેડકર ને યાદ કરતી રહે એમ જાણવું હતું.આ તબક્કે સુરખાઇ ગામના અને કૂકેરી ગામના સરપંચ અને ઉપસરપંચ ઊપસ્થિત રહ્યા હતા. જ્યારે નવસારી જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય પ્રણવસિંહ પરમાર પણ ઊપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button