MORBI:રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ:રવાપર ગ્રામ પંચાયત દ્વારા બહુમાળી બાંધકામોને ફાયર એનઓસીની નોટિસ તાકીદ કરતા આશ્ચર્ય સર્જાયું

MORBI:રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ:રવાપર ગ્રામ પંચાયત દ્વારા બહુમાળી બાંધકામોને ફાયર એનઓસીની નોટિસ તાકીદ કરતા આશ્ચર્ય સર્જાયું
ભૂકંપ ઝોન ચારમાં સમાયેલ મોરબીમાં બહુમાળી ઈમારતોને મંજૂરી મળી શકતી ન હોવા છતાં મહાનગર પાલિકાને પણ ટક્કર આપે તેવા નિર્ણયો લઈ રવાપર ગ્રામપંચાયત દ્વારા આડેધડ બહુમહી બાંધકામો ખડકી દેવા મંજૂરી આપ્યા બાદ હવે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રવાપરના તમામ બહુમાળી કોમ્પ્લેક્સોને રવાપર ગ્રામ પંચાયતે ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરતા આશ્ચર્ય સર્જાયું છે.

મોરબીના રવાપર ગ્રામ પંચાયતની હદમાં,મોટા પાયે બહુમાળી ઈમારતો ખડકાયેલ છેઅને તેમાંથી મોટાભાગ ની ઇમારતો માં હજુ પણ ફાયર સેફટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી જેના કારણે ભવિષ્યમાં આગજનની ઘટના બને તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે મોરબી પાલિકા પાસે 4 માળ કરતા પણ વધુ ઉચાઇએ આગ બુઝાવી શકાય તેવા સાધનો ન હોવા છતાં ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા પંચાયત અને સુધીના અધિકારીના તમામ નાના મોટા અધિકારીઓની મીઠી નજર હેઠળ 10-12 માળની ઇમારતો ખડકાઈ ચુકી છે હવે જયારે રાજકોટની આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યારે સરકારથી લઇ જિલ્લા કક્ષાનું તંત્ર ફરી જાગ્યું છે અને ફાયર સીસ્ટમ અને ફાયર એન ઓસી માટે જાગ્યું છે ત્યારે મોરબી રવાપર ગ્રામ પંચાયતને પણ રહી રહીને ડહાપણ સુઝ્યું હોય તેમ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા બહુમાળી ઈમારતોના પ્રમુખો સોસાયટી મેમ્બર બિલ્ડર સહીતનાને તેમના ફ્લેટમાં ફાયર સીસ્ટમ લગાવવા સુચના અપાઈ છે
આડેધડ બાંધકામ વ ખતે આંખ આડા કાન કરનારી એ માત્ર એક નોટીસ આપી જયારે પણ ફાયર સાધનો વિના આગની ઘટના બનશે તો તેના માટે ગ્રામ પંચાયત જવાબદાર નહી રહે તેવો લુલો બચાવ કરતા તમામ ઈમારત ધારકોને ફાયર સીસ્ટમ લગાવવા અપીલ કરી છે








