હાલોલ:સ્ટેટ વિજિલન્સ ની ટીમે રામેશરા નાં આલણશી ગામેથી 1,43,000 રૂ.નાં વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો

તા.૯.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી નર્મદા નહેર નજીકના આલણશી ગામની નવી નગરી પાસે હાલોલ રૂરલ પોલીસ ની હદમાંથી સ્ટેટ વિજિલન્સ ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ નું વિતરણ કરતા એક કાર બે સ્કૂટર સાથે દોઢ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે ૧૪ લાખ રૂપિયા ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરતા હાલોલ તાલુકા ઉપરાંત સરહદી ગામડાઓઆ બેફામ બનેલા વિદેશી દારૂ નો ગેરકાયદે ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.વહેલી સવારે ત્રાટકેલી સ્ટેટ વિજિલન્સ ની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી પાડી હાલોલ તાલુકાના ચાર વાઘોડિયા તાલુકાના બે અને બે અન્ય ઈસમો મળી આઠ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ગામડાઓ તથા હાલોલ તાલુકાને અડીને આવેલા સરહદી ગામડાઓ માં વિદેશી દારૂની બદી એ માજા મૂકી છે.ત્યારે અનેક ગામડાઓ આવા વિદેશી દારૂના સ્ટેન્ડો થી ધમધમી રહ્યા હોવાની અનેક બુમો ઉઠવા પામી છે.તેવામાં આજે સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા દરોડો પાડી હાલોલ પોલીસ ની હદ માંથી નાના નાના વાહનો માં વિતરણ થઈ રહેલા દોઢ લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ૧૪ લાખ રૂ. ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રાજ્યભર માં પ્રોહીબિશન ની પ્રવૃત્તિઓ અટકાવવા સ્ટેટ મોનીટરીંગ સેલ સતત કાર્યરત છે.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સરહદી ગામડાઓ માં ધમધમતા આવા વિદેશી દારૂ ના સ્ટેન્ડો ઉપર નિયંત્રણ લાવવા હાલોલ રૂરલ પોલીસના સતત નિષ્ફળ પ્રયાસો વચ્ચે તાલુકાના અનેક ગામડાઓ માં આવી અવૈદ્ય પ્રવૃત્તિઓ ચલાવવામાં નામી બુટલેગરો સફળ રહ્યા છે.આજે વહેલી સવારે હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી નર્મદા ની મુખ્ય નહેર નજીક રામેશરા તરફ આવેલ આલણશી ગામ પાસે હાલોલ રૂરલ પોલીસની હદ માં આવી જ પ્રવૃત્તિ ઝડપાઇ હતી સ્ટેટ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી રેડ માં દોઢ લાખ રૂપિયાના ભારતીય બનાવટ ના પ્લાસ્ટિક, કાચ ના બોટલ અને બિયર ના જથ્થા સાથે એક હ્યુન્ડાઇ ક્રેટા, બે સ્કૂટર, મોબાઈલ સહિત સાડા ૧૪ લાખ રૂ.ઉપરાંત નો મુદામાલ જપ્ત કર્યો હતો જેમાં વિજિલન્સ ની ટીમે દારૂના જથ્થા સાથે હાલોલ તાલુકાના કુંપાળિયા ગામના નરેન્દ્ર ઉર્ફે ટેટો ને પકડી પાડ્યો હતો.અને ભાગી છૂટેલા અન્ય સાત મળી કુલ આઠ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભાગી છૂટેલા હાલોલ ના કુંપાળિયા ના અન્ય બે અને આંબા તળાવ નો એક મળી ત્રણ,તથા વાઘોડિયા તાલુકાના જરોદ નો એક,ગુતાલ નો એક અને અન્ય બે ઈસમ મળી કુલ ભાગી છૂટેલા સાત ઈસમો સાથે આઠ સામે કાર્યવાહી કરી હતી.હાલોલ તાલુકાના પકડાયેલા બુતલેગરોમાં નરેન્દ્ર ઉર્ફે ટેટો જશવંતભાઈ ગોહિલ રહે.કુંંપાળિયા નાઓ ઝડપાઇ ગયો હતો.જ્યારે હાલોલ તાલુકાના ફરાર બુતલેગરોમાં ભરત ઉર્ફે કચો કનુભાઈ ગોહિલ (કુંંપાળિયા),રાજેન્દ્ર ઉર્ફે મંગો કનુભાઈ ગોહિલ (કુંંપાળિયા),પ્રવીણ ઉર્ફે પરીઓ ચીમનભાઈ સોલંકી (આંબા તળાવ) તેમજ દારૂ ના જથ્થા સાથે પકડાયેલી ક્રેટા ગાડી નો મલિક વાઘોડિયા તાલુકાના ફરાર બુટલેગરોમાં વીરલ અશોકભાઈ જયસવાલ (જરોદ),ગબો (ગુતાલ) તેમજ એક ઈસમ ડી.પી.પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.જ્યારે વિજિલન્સ ની ટીમે વિદેશી દારૂ નો જથ્થા સાથે પકડાયેલો મુદામાલ અને દારૂ નું કટિંગ કરી રહેલા ઉપરોક્ત આઠ ઈસમો પૈકી પકડાયેલ એક ને હાલોલ રૂરલ પોલીસ ને સોંપ્યો છે.