GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા (સુ.) ગામે પહોંચતા ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા (સુ.) ગામે પહોંચતા ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા ; વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા

રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબી વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા (સુ.) ગામે રથનું ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા એ ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ રથ દ્વારા સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા(સુ.) ગામે ગ્રામજનો સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, સરપંચશ્રી, અગ્રણીશ્રીઓ, સરકારી વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button