GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સ્વરછતા એજ સેવા’મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રેકર્ડનું વર્ગીકરણ કરાયું

‘સ્વરછતા એજ સેવા’મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રેકર્ડનું વર્ગીકરણ કરાયું
‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત તારીખ ૩૦ /૧૦/૨૦૨૩ થી તારીખ ૦૪/૧૧/૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી કરવી વગેરે કામગીરી કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓ ખાતે રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી વિવિધ યોજના હેઠળના તેમજ વહિવટી શાખાના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ દ્વારા સુપેરે આ કામગીરી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








