GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ ઝડપાયા 

MORBI:મોરબી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ  ઝડપાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર ગોડાઉન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ શખ્સોને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ રોકડા રૂ.૧૬,૬૦૦/-જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર ગોડાઉન નજીક હનુમાનજીના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા વિશાલભાઈ ભુપતભાઇ બારૈયા ઉવ.૨૭ રહે.ચરાડવા, સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા ઉવ.૨૭ રહે.ત્રાજપર અવેળા પાસે મોરબી, રંજનબેન ભુપતભાઇ બારૈયા ઉવ.૪૮ રહે. ચરાડવા, મુમતાજબેન હસનભાઈ પીંજારા ઉવ.૨૮ રહે.વીસીપરા મોરબી, ગીતાબેન રમેશભાઈ ધરજીયા ઉવ.૩૨ રહે.રણછોડનગર મોરબીને જુગારના પટ્ટમાંથી કુલ રૂ.૧૬,૬૦૦/-ની રોકડ રકમ સાથે સ્થળ ઉપરથી અટક કરી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button