GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જાહેરમાં જુગાર રમતાં એક ઝડપાયો

મોરબી શહેરમાં મતવા ચોકથી જુગાર રમતો એક ઇસમ રંગે હાથ ઝડપાયો હતો.જ્યારે પોલીસ તપાસમાં અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું હતું. આ મામલે એલ.સી.બી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ કરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમી મળતા પોલીસે મતવા ચોકથી આગળ રાજબેંક વાળા મેઇન રોડ ઉપર જાહેરમાં આરોપી બશીર સલીમભાઇ ચાનીયા વર્લીફીચરના નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી જુગાર રમતો મળી આવ્યો હતો.એલ.સી.બી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી બશીર મોરબીની દરિયાપીર શેરી મેમણ કોલોની ખાતે રહેતા આરોપી ઇબ્રાહીમ ઉર્ફે ઇભુભાઇ આમદભાઈ કાસમાણી પાસે મોબાઈલમાં મેસેન્જર એપ્લિકેશન મારફત વર્લીફીચરના આંકડા કપાત કરાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી જુગાર રમી રહ્યા હતા.
જેથી પોલીસે જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ અને રોકડ રૂ.૬૧૨૦ મળી કુલ રૂ.૧૧૧૨૦ ના મુદામાલ સાથે આરોપી બશીરની ધરપકડ કરી હતી અને બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપી ઇબ્રાહીમને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button