
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૭.૨૦૨૩
હાલોલ ની જાહેર જીવનનો ચમકતો સિતારો એટલે રોટરી ક્લબ હાલોલ કે જેના દ્વારા ગત વર્ષ 2022-23 દરમિયાન આરોગ્ય, શૈક્ષણિક સહિત વિવિધ ૧૯ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.જે દ્વારા સેંકડો લાભાર્થીઓ એ મેડિકલ કેમ્પસ નો લાભ મેળવ્યો હતો.આ કામગીરીના મૂલ્યાંકન રૂપે ભોપાલ ખાતે તારીખ 23/7/2023 ના રોજ 115 કલબોના બનેલા રોટરી ડિસ્ટ્રીક્ટ 3040 ના એવોર્ડ ફંક્શનમાં 4 ક્લબ એવોર્ડ્સ, 3 વ્યક્તિગત એવોર્ડ્સ તથા 6 એપ્રિશિયેશન સર્ટીફીકેટ સહિત કુલ 13 એવોર્ડ્સ થી ક્લબની કામગીરીને બિરદાવવામાં આવી હતી.પ્રમુખ પ્રદીપભાઈ પરીખ તથા મંત્રી હાર્દિકભાઈ જોશીપુરા કે આ બહુમાન નો શ્રેય ક્લબના તમામ સભ્યોના ટીમ વર્કને આપ્યું હતું.
[wptube id="1252022"]