MORBI:મોરબી જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર બનાવવામાં આવેલ નવા પુલ પર ભ્રષ્ટાચાર નું ગાબડું પડ્યું

MORBI:મોરબી જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર બનાવવામાં આવેલ નવા પુલ પર ભ્રષ્ટાચાર નું ગાબડું પડ્યું
આને કહેવાય ભ્રષ્ટાચાર ના ગાબડા: મોરબીમાં દોઢ વર્ષ પહેલા બનેલા બ્રીજ ઉપર મસમોટું ગાબડું
મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ સમાન જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો અંદાજે દોઢ વર્ષ પૂર્વે નવા પુલને બનાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને માત્ર દોઢ વર્ષના ટૂંકાગાળામાં પુલ પર મસમોટું ગાબડું પડેલું જોવા મળ્યું હતું રાજકોટથી આવતા વાહનોને કચ્છ તરફ જવા માટેનો આ મુખ્યમાર્ગ હોય જેથી સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને પુલ પર મોટું ગાબડું પડતા હાલ ગાબડા ફરતે પથ્થર રાખી કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ગાબડું એટલું મોટું છે કે તે ગાબડામાંથી નીચે રહેલ મચ્છુ નદીનું પાણી સ્પષ્ટ જોઈ સકાય છે

આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી હતી બ્રિજનું કામ રાજકોટ આર એન્ડ બી વિભાગ હસ્તક આવતું હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી અને રાજકોટની ટીમ મોરબી આવવા રવાના થઇ હોવાનું પણ આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે તો પુલ પર ગાબડું પડતા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા જેથી પુલ મામલે રાજકારણ શરુ થાય તો પણ નવાઈ નહિ જોકે માત્ર દોઢ વર્ષમાં પુલમાં ગાબડું પડી ગયું છે ત્યારે પુલની ગુણવત્તા કેમ આટલી નબળી હતી તેનો જવાબ શાસક પક્ષે જ આપવો રહ્યો.








