મતદાન જાગૃતિના જૂનાગઢ શહેર, વિસાવદર અને માંગરોળમાં આકર્ષક સૂત્રોના બેનરો લગાવાયા

જૂનાગઢ તા ૩૦ લોક સભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ધીમે ધીમે માહોલ જામી રહ્યો છે. લોકો ચૂંટણી પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ દર્શાવી રહ્યા છે, તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોં ચાલી રહ્યા છે.
દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય નેતાનું ચયન કરવું તે પ્રજાની જવાબદારી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં દોલતપરા,ઇગલ માર્બલ,સક્કરબાગ, ઝાંસી રાણી સર્કલ,શહીદ સ્મારક
જેવી સ્થળોએ અને માંગરોળ તેમજ વિસાવદર મત વિસ્તારમાં આકર્ષક સ્લોગનો જેવા કે અવસર લોકશાહીનો મારા ભારતનો, સૈનિકો દેશ માટે આપેછે બલિદાન, તમારે આપવાનું છે ફક્ત મતદાન જેવા પોસ્ટરો દ્વારા લોકોને મતદાન વિષે જાગૃત કરાયા અને લોકશાહીના પર્વમાં મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેવી અપીલ કરાઈ હતી
બોક્સ -જૂનાગઢ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર જિલ્લા ચૂંટણી આધિકારીશ્રી અનીલકુમાર રાણાવસીયાની આગેવાનીમાં બેનરો લગાવાયા છે. જેમાં મતદાન તારીખ, વાર અને યુવાનો મતદાન માટે પ્રેરાય તે માટે “યુવાન છીએ જવાબદાર છીએ, મતદાર હોવાનું ગૌરવ માટે માટે તૈયાર” સ્લોગથી મતદાનની અપીલ કરી છે.