GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રક બાઈક સવારને‌ હડફેટે લેતા એકનું મોત

મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રકે બાઈક સવાર ને હડફેટે લેતા એકનું મોત મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલરે બાઇકને ઠોકરે ચડાવતા બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન બાઈક સવારનું મૃત્યુ નીપજેલ હતું. અકસ્માતના આ બનાવમાં અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનો ચાલ પોતાનું વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર એક બાઈક ચાલક પોતાનું બાઈક રજી. જીજે-૩૬-એએ-૮૪૪૭ લઈને પસાર થતો હતો ત્યારે વિશાલ ફર્નિચર સામે ટ્રક ટ્રેઇલર રજી. જીજે-૩૬-ટી-૪૦૭૧ના ચાલકે પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેઇલર પુરપાટ ઝડપે અને બેદરકારી તથા ગફલતભરી રીતે ચલાવી બાઇકને હડફેટે લઇ અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર સુબ્રતાદાસ નામના વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાના હવાલવાળું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ મામલે મરણ જનારના ભાઈ મૂળ પશ્ચિમ બંગાળના સાતરા ગામના વતની દેબબ્રતદાસ સુભાષચન્દ્રદાસ કરણની ફરિયાદ પરથી મોરબી બી ડિવિઝન પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ આઇપીસી અને એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button