MORBI:મોરબી નિરામય સ્ટોર આયોજિત આયુર્વેદિક ફિ નિદાન કેમ્પ અને માર્ગદર્શન યોજાશે

MORBI:મોરબી નિરામય સ્ટોર આયોજિત આયુર્વેદિક ફિ નિદાન કેમ્પ અને માર્ગદર્શન યોજાશે

નિરામય સ્ટોર આયોજિત આયુર્વેદિક નિદાન અને માર્ગદર્શન કેમ્પમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. જેમાં રોગ નિદાન અને પ્રકૃતિ પરીક્ષણ ફ્રી કરી આપવામાં આવશે. જેમ કે ડાયાબિટીસ, બી.પી., એસિડિટી, કબજિયાત, ગેસ,ચામડીના રોગો, ખરતાં વાળ અને ખીલની સમસ્યા, સંધિવાત વગેરે વિશે નિદાન-ઉપચાર-માર્ગદર્શન નિ:શુલ્ક આપવામાં આવશે. જે માટે વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી ફોન નંબર ૯૮૨૫૬૪૩૬૨૩ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
નોંધ: જરૂરી યોગ પ્રાણાયામ અંગે તજજ્ઞ શૈલેષ કાલરિયા અને વનસ્પતિના ઔષધિય ઉપયોગ વિશે વનસ્પતિ નિષ્ણાત ચંદ્રશેખર રંગપડિયા માર્ગદર્શન આપશે. નિરામય સ્ટોર તરફથી અલ્પાબેન કાલરિયા અને જયશ્રીબેન રંગપડિયાની યાદીમાં જણાવવામાં આવે છે.
ફ્રી આયુર્વેદિક નિદાન & માર્ગદર્શન કેમ્પ*
વૈદ્ય શ્રી કે.જે.ઝાલા તા.૧૧/૦૪/૨૦૨૪, ગુરુવાર
સમય: સવારે ૮:૩૦થી ૧૨:૩૦ સ્થળ: ‘નિરામય સ્ટોર’, દુકાન નં. ૧૦૪ કોહિનૂર શોપિંગ, સ્વાગત ચોકડી-મોરબી








